રાજ્ય વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યું હોવાથી, આ પરિષદ (કોન્ક્લેવ) મોટા પાયાના ઉત્પાદન, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને ટકાઉ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરશે
અમદાવાદ, ગુજરાત | ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ | કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ગુજરાત દ્વારા 18 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં ‘સ્કેલ, સ્માર્ટ એન્ડ સસ્ટેનેબલ: ફ્યુચર-પ્રૂફિંગ ગુજરાત્સ મેન્યુફેક્ચરિંગ’ (વ્યાપ, સ્માર્ટ અને ટકાઉ: ગુજરાતના ઉત્પાદન ક્ષેત્રને ભવિષ્ય માટે સજ્જ કરવું) વિષય પર ‘CII ગુજરાત મેન્યુફેક્ચરિંગ કોન્ક્લેવ’ની ચોથી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે.
આ દિવસભરની પરિષદ ઉદ્યોગ જગતના અગ્રણીઓ, નીતિ-નિર્ધારકો અને નિષ્ણાતોને એકત્રિત કરશે, જેથી ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસના આગામી તબક્કાને આકાર આપતી પ્રાથમિકતાઓ અંગે ચર્ચા કરી શકાય.
આ પરિષદ ઉત્પાદન ક્ષેત્રના ત્રણ મુખ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે: વ્યાપ (સ્કેલ), સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને ટકાઉ કામગીરી. ચર્ચાઓમાં એ બાબત તપાસવામાં આવશે કે વ્યવસાયો કેવી રીતે મોટા પાયે કામગીરી વિકસાવી શકે, કાર્યક્ષમતા અને સુરક્ષા સુધારવા માટે સુસંગત ટેક્નોલોજી અપનાવી શકે અને પર્યાવરણ તથા સંસાધનોને ધ્યાનમાં રાખીને વિકાસ સાધી શકે.
CII ગુજરાત મેન્યુફેક્ચરિંગ પેનલના કન્વીનર જયંત મૂર્તિએ જણાવ્યું હતું કે, "ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં મજબૂત ઉત્પાદન આધાર (મેન્યુફેક્ચરિંગ બેઝ) ઊભો કર્યો છે, પરંતુ વિકાસના આગામી તબક્કા માટે આપણે વિશાળ વિચારસરણી અપનાવવી પડશે, ટેક્નોલોજીનો સ્વીકાર કરવો પડશે અને કામગીરીમાં ટકાઉપણા (સસ્ટેનેબિલિટી)નો સમાવેશ કરવો પડશે."
આમાં ઉમેરો કરતા CII ગુજરાત મેન્યુફેક્ચરિંગ પેનલના સહ-સંયોજક નિરાગ ચોક્સીએ જણાવ્યું હતું કે: "મેન્યુફેક્ચરિંગ કોન્ક્લેવ આ પ્રાથમિકતાઓની સામૂહિક સમીક્ષા કરવા અને વૈશ્વિક ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત પોતાની સ્થિતિ કેવી રીતે મજબૂત બનાવી શકે તે અંગે વ્યવહારુ દ્રષ્ટિકોણનું આદાન-પ્રદાન કરવા માટેનું એક મંચ પૂરું પાડે છે."
આ કોન્ક્લેવમાં જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JETRO)ના ડાયરેક્ટર જનરલ જુન તાકાહાશી, CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન અચલ બકેરી, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ગ્રુપ પોલિસી સર્વિસીસના વડા ડૉ. સંજીવ રસ્તોગી, CII ગુજરાત મેન્યુફેક્ચરિંગ પેનલના કન્વીનર જયંત મૂર્તિ, CII ગુજરાત મેન્યુફેક્ચરિંગ પેનલના સહ-કન્વીનર નિરાગ ચોકસી, સોર્સપ્રો ઇન્ફોટેકના ડિરેક્ટર અમિત દેસાઇ, અમદાવાદ યુનિવર્સિટી ખાતે ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટના એસોસિયેટ પ્રોફેસર અને એકેડેમિક ડિરેક્ટર મીનલ પાઠક અને અન્યો સહિત વરિષ્ઠ ઉદ્યોગ અને ક્ષેત્રના નિષ્ણાતોના દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ત્રણ મુખ્ય સત્રોનો સમાવેશ થશે: ‘વિસ્તરણ માટેની માનસિકતા! ગુજરાતને વૈશ્વિક ઉત્પાદન ક્ષેત્રના પાવરહાઉસ તરીકે વિકસાવવું’, ‘સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ: ઔદ્યોગિક ટેકનોલોજીના ક્ષેત્રમાં પ્રગતિને વેગ આપવો’ અને ‘ટકાઉ કામગીરી: ગુજરાતની પ્રક્રિયાઓને ભવિષ્ય માટે સજ્જ કરવી’.
આ પરિષદ સહભાગીઓને ઉદ્યોગના અગ્રણીઓને સાંભળવાની તેમજ ટેક્નોલોજી અપનાવવા, સપ્લાય ચેઇનની સ્થિતિસ્થાપકતા, ટકાઉ કામગીરી અને ઉત્પાદન-આધારિત વિકાસ અંગેના ઉભરતા અભિગમોની સમીક્ષા કરવાની તક પૂરી પાડશે.
CII ગુજરાત મેન્યુફેક્ચરિંગ કોન્ક્લેવની ચોથી આવૃત્તિ શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026ના રોજ અમદાવાદની હોટેલ લે મેરિડિયન ખાતે યોજાશે.









Discussion
LIVELoading comments...