અમદાવાદ, ગુજરાત | ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૬ | કન્સ્ટ્રક્શન મશીનરી, બિલ્ડિંગ મટિરિયલ મશીનો, માઇનિંગ મશીનો અને કન્સ્ટ્રક્શન વાહનો માટે ભારતના 2026ના સૌથી મોટા ટ્રેડ ફેર પૈકી એક bauma CONEXPO INDIA 2026નું આયોજન 15થી 18 સપ્ટેમ્બર દરમિયાન ઇન્ડિયા એક્સ્પો સેન્ટર, ગ્રેટર નોઈડા ખાતે કરવામાં આવશે. સંપૂર્ણ રીતે બુક થઈ ચૂકેલી આ આઠમી આવૃત્તિમાં 14.5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં 1,100થી વધુ પ્રદર્શકો ભાગ લેશે. આ આયોજનમાં 100થી વધુ દેશોમાંથી 75,000થી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે. બિહાર સરકાર સ્ટેટ પાર્ટનર તરીકે જોડાશે, જ્યારે 15થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવતાં ખરીદદારોના પ્રતિનિધિમંડળો દેશભરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે જરૂરી સાધનોની જરૂરિયાત રજૂ કરશે.

ભૂપિંદર સિંહ, પ્રેસિડેન્ટ – IMEA, Messe München અને CEO, Messe München Indiaએ જણાવ્યું, “ભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત મહત્ત્વાકાંક્ષાઓને એવા સાધનોની જરૂર છે, જે માત્ર કાગળ પર નહીં પરંતુ વાસ્તવિક કામ દરમિયાન પણ સારું પ્રદર્શન કરે. ખરીદદારો હવે માત્ર મશીનની ખાસિયતો જ નથી જોતા, પરંતુ તેની ઉત્પાદન ક્ષમતા, કોઈ અવરોધ વગર કામ કરવાની ક્ષમતા, ઓપરેટિંગ ખર્ચ અને મશીન સાથે મળતા સપોર્ટ નેટવર્કને પણ મહત્ત્વ આપે છે. bauma CONEXPO INDIA સમગ્ર ઇક્વિપમેન્ટ ઇકોસિસ્ટમને એક જ પ્લેટફોર્મ પર લાવે છે. તેના કારણે ખરીદદારો યોગ્ય માહિતીના આધારે રોકાણના નિર્ણયો લઈ શકે છે અને બજારની માંગને વાસ્તવિક બિઝનેસ તકોમાં બદલી શકે છે.”

Builders Association of Indiaના National President શ્રી રવિન્દ્ર ત્યાગીએ જણાવ્યું, “કોન્ટ્રાક્ટર્સ માટે સાધનો કોઈપણ પ્રોજેક્ટનો ખૂબ જ મહત્વનો ભાગ હોય છે. યોગ્ય મશીન કામ ઝડપથી પૂર્ણ કરવામાં, ખર્ચને નિયંત્રણમાં રાખવામાં અને કામની ગુણવત્તા વધારવામાં મદદ કરે છે. જ્યારે ખોટી મશીનની પસંદગી મોંઘા વિલંબનું કારણ બની શકે છે. bauma CONEXPO INDIA ખરીદદારોને અલગ-અલગ વિકલ્પોની તપાસ કરવા, સપ્લાયર્સને સીધા પ્રશ્નો પૂછવા અને પોતાના પ્રોજેક્ટ માટે યોગ્ય મશીન, ફાઇનાન્સ અને લાંબા સમય માટે જરૂરી સપોર્ટ મેળવવાનું સીધું પ્લેટફોર્મ આપે છે.”

દીપક શેટ્ટી, પ્રેસિડેન્ટ, Indian Construction Equipment Manufacturers Association અને CEO તથા Managing Director, JCB Indiaએ જણાવ્યું, “દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ, મેન્યુફેક્ચરિંગની વૃદ્ધિ, શહેરીકરણ અને આર્થિક વિકાસ પર સતત આપવામાં આવતું ધ્યાન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે મોટી તકો ઊભી કરી રહ્યું છે. bauma CONEXPO INDIA 2026 નવી ટેક્નોલોજી રજૂ કરવા, માહિતી વહેંચવા અને નવી બિઝનેસ ભાગીદારી બનાવવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ ભારતની કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ ઇન્ડસ્ટ્રીની હાલની સ્થિતિ, પ્રગતિ અને ભવિષ્યની તકો દર્શાવે છે. એવા સમયે જ્યારે ઇન્ડસ્ટ્રી વૈશ્વિક અનિશ્ચિતતાઓની સાથે નવી તકોનો પણ સામનો કરી રહી છે, આ પ્રદર્શન સહકાર, ઇનોવેશન અને સેક્ટરના ભવિષ્યની દિશા નક્કી કરવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે.”

ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર આ વર્ષના આયોજનના બ્રાન્ડ એમ્બેસેડર છે. બંને ભારતીય રમતગમતની ઊર્જા, મહત્ત્વાકાંક્ષા અને રાષ્ટ્રીય ગૌરવને દેશનું ભવિષ્ય બનાવતા લોકો અને કંપનીઓ સાથે જોડશે. આ અભિયાનમાં શોના નવા મેસ્કોટ ‘Buno’ને પણ રજૂ કરવામાં આવ્યો છે. સાથે જ નવું એન્થમ ‘India Is Building. India Is Moving.’ પણ લોન્ચ કરવામાં આવ્યું છે.

પ્રોજેક્ટની જરૂરિયાત મુજબ તૈયાર થતું બજાર

ઓગસ્ટ 2026 સુધીમાં ભારતનો કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ ઉદ્યોગ ઝડપી વૃદ્ધિના એક મહત્વપૂર્ણ તબક્કે પહોંચી ગયો છે. કેન્દ્રીય બજેટ 2026-27માં જાહેર મૂડી ખર્ચ વધારીને રેકોર્ડ 12.2 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે, જે અગાઉના બજેટ અંદાજ કરતાં લગભગ 9 ટકા વધુ છે. સાથે જ એડવાન્સ કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાધનોના સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવવા માટે એક ખાસ યોજના પણ શરૂ કરવામાં આવી છે.

આ રોકાણથી હાઇવે, રેલવે, મેટ્રો, એરપોર્ટ, લોજિસ્ટિક્સ કોરિડોર, માઇનિંગ અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા કામોમાં ઝડપ આવવાની અપેક્ષા છે. મોટા પાયે વધતી તકો સાથે સાધનોમાં રોકાણ અંગે કંપનીઓની અપેક્ષાઓ અને જરૂરિયાતો પણ વધી રહી છે.

આ વધતી માંગ વચ્ચે bauma CONEXPO INDIA 2026 કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ સાથે જોડાયેલા સમગ્ર ઇકોસિસ્ટમને એક જ પ્લેટફોર્મ પર લાવશે. અહીં ઇક્વિપમેન્ટ ઉત્પાદકો, કમ્પોનન્ટ અને એટેચમેન્ટ સપ્લાયર્સ, ટેક્નોલોજી કંપનીઓ, એન્જિન અને પાવર સિસ્ટમ કંપનીઓ, ટાયર ઉત્પાદકો, ફાઇનાન્સ પાર્ટનર્સ અને વેચાણ પછીની સેવા આપતી કંપનીઓ મશીનો અને પ્રોજેક્ટ્સમાં રોકાણ અંગે નિર્ણય લેતા ખરીદદારો સાથે સીધા જોડાઈ શકશે.

પ્રદર્શનમાં અર્થમૂવિંગ, રોડ કન્સ્ટ્રક્શન, કોંક્રિટ, લિફ્ટિંગ, માઇનિંગ, મટિરિયલ પ્રોસેસિંગ અને અન્ય સપોર્ટ સિસ્ટમ સાથે જોડાયેલા હજારો ઉત્પાદનો અને ટેક્નોલોજી રજૂ કરવામાં આવશે. તેના કારણે ખરીદદારો એક જ સ્થળે અલગ-અલગ વિકલ્પોની સરખામણી કરી શકશે. તેઓ મશીનોને નજીકથી જોઈ શકશે, પોતાના કામ માટે તેની ઉપયોગિતા સમજી શકશે, ઉત્પાદન ક્ષમતા અને ઓપરેટિંગ ખર્ચ અંગે ચર્ચા કરી શકશે તથા ફાઇનાન્સ વિકલ્પો, સર્વિસ નેટવર્ક અને સ્પેર પાર્ટ્સ સપોર્ટ અંગે માહિતી મેળવી શકશે.