ભારતની સૌથી ટેક-ફોરવર્ડ 125 cc મોટરસાઇકલ હવે બાંધછોડ રહિત સલામતી અને નક્કર નવા સૌંદર્યશાસ્ત્રને જોડે છે
નવી દિલ્હી | ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ | મોટરસાRકલ અને સ્કૂટર્સના વિશ્વની સૌથી મોટી ઉત્પાદક હીરો મોટોકોર્પે આજે ઇન્ટીગ્રેટેડ- ABS સાથે ખૂબ જ અપેક્ષિત ગ્લેમર X લોન્ચ કરવાની જાહેરાત કરી. એક નવો ઉદ્યોગ બેન્ચમાર્ક સ્થાપિત કરીને ગ્લેમર X 125 cc સેગમેન્ટમાં પ્રથમ મોટરસાઇકલ બની છે, જેમાં સિંગલ-ચેનલ ABS ઇન્ટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ (IBS) સાથે જોડાયેલી છે. આ સુવિધા વાહનની સ્થિરતામાં ભારે સુધારો કરે છે અને બ્રેકિંગ અંતર ઘટાડે છે, જે અદ્યતન ટેકનોલોજીનની વ્યાપ્તિ અને રાઇડર-ફર્સ્ટ મોબિલિટી સોલ્યુશન્સ પ્રદાન કરવાની હીરો મોટોકોર્પની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
લોન્ચ પર બોલતાં હીરો મોટોકોર્પના ઈન્ડિયા બિઝનેસ યુનિટના ચીફ બિઝનેસ ઓફિસર આશુતોષ વર્માએ જણાવ્યું હતું કે, "125 cc સેગમેન્ટમાં ઝડપી વિકાસ થઈ રહ્યો છે, ગ્રાહકો વધુ ને વધુ સમકાલીન સ્ટાઇલ, અદ્યતન ટેકનોલોજી અને બાંધછોડ વિનાની સલામતીના મિશ્રણની માગણી કરી રહ્યા છે. ગ્લેમર Xએ રાઇડ મોડ્સ અને ક્રુઝ કંટ્રોલ સહિત કેટેગરી- ફર્સ્ટ સુવિધાઓ સાથે આ અવકાશમાં પહેલાથી જ નોખી પહેલ કરી દીધી છે. આ ક્ષેત્રમાં ફર્સ્ટ- ઇન- સેગમેન્ટ ઇન્ટીગ્રેટેડ ABS રજૂ કરીને અમે ફક્ત મોટરસાઇકલને અપગ્રેડ કરી રહ્યા નથી; અમે સમગ્ર કેટેગરી માટે સલામતી ધોરણોને ફરીથી આકાર આપી રહ્યા છીએ. આ લોન્ચ અમારા પોર્ટફોલિયોને મજબૂત બનાવે છે અને બુદ્ધિશાળી, ભવિષ્ય માટે તૈયાર ગતિશીલતા ઉકેલો પ્રદાન કરે છે જે નવા યુગના ભારતીય રાઇડરને સશક્ત બનાવે છે."
ABS સાથે ઉન્નત સલામતી
ગ્લેમર X 125માં પહેલી વાર ઇન્ટીગ્રેટેડ એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ ટેકનોલોજી છે, જે વિવિધ રસ્તાની પરિસ્થિતિઓમાં તીક્ષ્ણ, વધુ પ્રતિભાવશીલ અને વધુ ખાતરીપૂર્વક બ્રેકિંગ પ્રદર્શન પ્રદાન કરે છે. આ ગ્લેમર Xના હાલના સલામતીની ખૂબીમાં ઉમેરો કરે છે, જેમાં પેનિક બ્રેક એલર્ટ - ફાસ્ટ-ફ્લેશિંગ LED વિંકર્સ જે ઇમરજન્સી બ્રેકિંગ દરમિયાન પાછળના ટ્રાફિકને તાત્કાલિક ચેતવણી આપે છે અને કટોકટીના સંકેત માટે હેઝાર્ડ લેમ્પ્સનો સમાવેશ થાય છે.
ભવિષ્યવાદી સ્ટાઇલ અને નક્કર ડિઝાઇન પરિભાષ
ગ્લેમર X 125 મસ્ક્યુલર, સ્કલ્પટેડ ડિઝાઇન પરિભાષા સાથે આવે છે જે એવા રાઇડર્સ માટે રચાઈ છે જેઓ તેમની મોટરસાઇકલથી ધ્યાન આકર્ષિત કરવા માગે છે. તેનું સંપૂર્ણ LED લાઇટિંગ પેકેજ 'H' સિગ્નેચર અને સ્પોર્ટી ગ્રાફિક્સ સાથે મોટરસાઇકલને એક વિશિષ્ટ ઓન-રોડ હાજરી આપે છે.
સ્માર્ટ ટેકનોલોજી અને કનેક્ટેડ રાઇડિંગ
10.7 cm એડપ્ટિવ મલ્ટી-કલર કોન્સોલ તેની આકર્ષકતામાં વધારો કરે છે, જે એમ્બિયન્ટ લાઇટિંગ સાથે આવે છે અને 60થી વધુ સુવિધાઓ સાથે આવે છે, જેમાં ગિયર શિફ્ટ એડવાઇઝરી, ડિસ્ટન્સ-ટુ-એમ્પ્ટી અને રિયલ-ટાઇમ માઇલેજ સૂચકનો સમાવેશ થાય છે. રાઇડર્સ બ્લૂટૂથ કનેક્ટિવિટી, ETA ડિસ્પ્લે સાથે ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, કોલ અને SMS ચેતવણીઓ સાથે જોડાયેલા રહે છે, જે સેગમેન્ટમાં ખરેખર ટેક-સક્ષમ રાઇડિંગ અનુભવ લાવે છે.
પ્રદર્શન અને કાર્યક્ષમતા
ઇન્ટીગ્રેટેડ ABS સાથે ગ્લેમર X 125 સ્પ્રિન્ટ-EBT એન્જિન દ્વારા સંચાલિત છે, જે 8250 rpm પર 11.4 BHP (8.5 kW) પહોંચાડે છે, જે સરળ પાવર ડિલિવરી અને ઓછી NVH માટે રચાઈ છે. રાઇડર્સ વિવિધ રાઇડિંગ જરૂરિયાતોને અનુરૂપ ત્રણ રાઇડ મોડ્સ - ઇકો, રોડ અને પાવર વચ્ચે પણ પસંદગી કરી શકે છે. ક્રુઝ કંટ્રોલ થાક ઘટાડે છે અને લાંબી મુસાફરી પર ઇંધણ કાર્યક્ષમતામાં સુધારો કરે છે.
સુવિધા અને આરામ
રોજિંદી સવારી માટે સરળ બનાવવા માટે ડિઝાઇન કરાયેલી ગ્લેમર X 125 આરામદાયક સવારી મુદ્રા માટે પહોળા હેન્ડલબાર, લાંબી સપાટ આરામદાયક સીટ અને સરળ સુલભતા માટે ઓછી સીટ ઊંચાઈ પ્રદાન કરે છે. સવારની સુવિધામાં C-ટાઇપ USB ચાર્જિંગ પોર્ટ સાથે ડ્યુઅલ અંડર- સીટ મોબાઇલ સ્ટોરેજનો સમાવેશ થાય છે.
રંગો અને કિંમત
તેની ભવિષ્યલક્ષી ડિઝાઇનને પૂરક બનાવતાં ABS સાથે ગ્લેમર X 125 બે નવા રંગ વિકલ્પો - ગન મેટલ ગ્રે અને મેટ એક્સિસ ગ્રે સાથે રજૂ કરવામાં આવી છે. ઉપરાંત બે હાલના રંગો - બ્લેક પર્લ રેડ અને બ્લેક ટીલ બ્લુ, જે ગ્લેમર Xના આગામી પેઢીના રંગ પેલેટને વિસ્તૃત કરે છે. આ નવું વેરિયન્ટ દેશભરમાં હીરો મોટોકોર્પ ડીલરશિપ પર INR 101000/- (એક્સ-શોરૂમ, દિલ્હી)ની આકર્ષક કિંમતે ઉપલબ્ધ છે.








Discussion
LIVELoading comments...