ઑલ સ્ટાર્સ: સ્વરૂપ, આચરણ અને સાહસિકતાના જાવાના સહિયારા મૂલ્યો
જાવાના ત્રણેય મોડેલ્સ પર જોવા મળતું ઑલ સ્ટાર્સનું ચિહ્ન અને સ્ટારની ડીઝાઇન રાઇડર્સને ઑલ સ્ટાર્સની વિચારધારા સાથે જોડે છે.
જાવા ઑલ સ્ટાર્સ: 42 એફજે અને 42 બૉબર મારફતે રજૂ થયા બાદ હવે નવી જાવા 42ના આગમન સાથે તેની રેન્જ પૂરી થઈ ગઈ છે.
ધી 42: જાવાના આઇકૉનની વિકાસયાત્રામાં અત્યાર સુધીમાં ભરવામાં આવેલી સૌથી મોટી હરણફાળ, જેણે ભારતમાં મૉડર્ન ક્લાસિકની સ્થાપના કરી છે.
નવી સાઇડ પેનલ્સ, અપસ્વેપ્ટ ટ્વિન એક્ઝૉસ્ટ, એલોય વ્હીલ્સ, પહોળા ટાયર તથા 60થી વધુ સુધારાઓ સાથે વધુ બોલ્ડ, વધુ સ્પોર્ટી અને વધુ સ્ટાઇલિશ.
જાવા 42 હવે રૂ. 1,79,942/- (એક્સ-શૉરૂમ દિલ્હી)ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે.
મુંબઈ | ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ | જાવા યઝદી મોટરસાઇકલ્સે જાવા 42નું અનાવરણ કરીને બ્રાન્ડના નવા જાવા ઑલ સ્ટાર્સ અધ્યાયને પૂર્ણ કર્યો છે અને ભારતમાં મૉડર્ન ક્લાસિક કેટેગરીની સ્થાપના કરનારી આ મોટરસાઇકલની વિકાસયાત્રામાં અત્યાર સુધીની સૌથી મોટી હરણફાળ ભરી છે.
ઑલ સ્ટાર્સ જાવા 42 નવા સ્ટાન્ઝ, પ્રમાણ, પાછળના સેક્શન, એલોય વ્હીલ્સ, સાઇડ પેનલ અને અપસ્વેપ્ટ એક્ઝૉસ્ટ સાથે વધુ બોલ્ડ, વધુ સ્પોર્ટી અને વધુ મસ્ક્યુલર બની છે. તેનું એર્ગોનોમિક્સ શહેરમાં અને હાઇવે પર વધુ ચપળતા સાથે રાઇડિંગનો અનુભવ આપે છે. પાવરફુલ જે-પેન્થર એન્જિન પર તૈયાર કરવામાં આવેલી આ મોટરસાઇકલમાં જાવાની આગવી ઓળખને સ્પષ્ટપણે વ્યક્ત કરતી ડીઝાઇનની વિશેષતાઓ જાળવી રાખવામાં આવી છે.
ઑલ સ્ટાર્સની વિકાસયાત્રા જાવાના રાઇડરથી શરૂ થઈ હતી. તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર અને પોતાની આગવી ઓળખ ધરાવતા હોવા છતાં સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે જોડાયેલા હોવાનો મજબૂત અહેસાસ પણ ધરાવે છે. ડિફેન્સથી લઈને સ્પોર્ટ્સ સુધીની કમ્યુનિટીઝમાં જોવા મળતી આ વિચારધારામાં શિસ્ત, વિશ્વાસ, સાથીભાવ અને વ્યક્તિગત ઓળખ પ્રત્યેનું સન્માન એક મોટા ઉદ્દેશની ભાવના સાથે સહ-અસ્તિત્વમાં રહેલું છે. જાવા ઑલ સ્ટાર્સ રેન્જ તેના વિશેષ ચિહ્ન સાથે સહિયારી વિચારધારાની સાથે જોડાયેલા હોવાની લાગણી પેદા કરે છે.
જાવાની દરેક મોટરસાઇકલ તેની આગવી ભાવનાને અલગ રીતે વ્યક્ત કરતી હોવા છતાં તે તમામ ઑલ સ્ટાર્સની સમાન વિચારધારાથી જોડાયેલી છે. સ્ટ્રાઇક વન અંતર્ગત, જાવા 42 એફજેએ બ્રાન્ડના મૉડર્ન ક્લાસિક કેરેક્ટરને સમકાલીન અને સ્પોર્ટી અંદાજમાં રજૂ કર્યો હતો. સ્ટ્રાઇક ટૂ અંતર્ગત, મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન શ્રી આનંદ મહિન્દ્રાએ ગ્લોબલ ચેસ લીગ દરમિયાન ઑલ સ્ટાર્સ 42 બૉબરનું અનાવરણ કર્યું હતું અને જાવાના આ સૌથી અલગ મોટરસાઇકલ ફોર્મેટ દ્વારા તેની વ્યક્તિગત વિશેષતાઓને રજૂ કરવામાં આવી હતી. તો, હવે સ્ટ્રાઇક થ્રી અંતર્ગત તેની મુખ્ય એડિશનને રજૂ કરવામાં આવી છે: 60થી વધુ સુધારાઓ સાથે વધુ વિકસિત જાવા 42.
જાવા 42એ વર્ષ 2018માં ભારતની પ્રથમ મૉડર્ન ક્લાસિક રેન્જ, વિશિષ્ટ પ્રકારની ઑફ-સેન્ટર ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ અને અવ્યવસ્થામાંથી અલગ તરી આવે તેવા કલરવે સાથે બ્રાન્ડની આધુનિક સમયની વિકાસયાત્રાની શરૂઆત કરી હતી. જાવાની મોટરસાઇકલની મુખ્ય એડિશન ગણાતી ઑલ સ્ટાર્સ 42માં ભારતની નવી પેઢીના રાઇડર્સને ધ્યાનમાં રાખીને નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યાં છે.
ક્લાસિક લેજેન્ડ્સના સહ-સ્થાપક શ્રી અનુપમ થરેજાએ જણાવ્યું હતું કે, ‘સૌથી રસપ્રદ કમ્યુનિટીઝ એવા લોકો દ્વારા રચાય છે, જેઓ કોઈ પ્રેક્ષક ન હોય ત્યારે પણ પોતાની આગવી રીતભાત અને વિચારધારા મુજબ જ વર્તે છે. જાવાના રાઇડર્સ વિશે અમે અત્યાર સુધી જે સમજ્યા છીએ, તે આ જ બાબત છે. ડીફેન્સ અને સ્પોર્ટ્સ જેવા એકબીજાથી અલગ ક્ષેત્રોમાં જોવા મળતા સ્વભાવ, આચરણ અને સાહસિકતાના મૂલ્યો. અમે રાઇડર્સની નવી જરૂરિયાતોને અનુરૂપ નવા ફોર્મેટની મોટરસાઇકલ્સ લૉન્ચ કરીને, આગવી ડીઝાઇન ધરાવતી મોટરસાઇકલ્સ રજૂ કરીને અને દરરોજ આ મૂલ્યોને જીવનમાં ઉતારનારા લોકોને બિરદાવીને આ વિચારધારાને સાકાર કરીએ છીએ. જાવા 42એ ભારતમાં મૉડર્ન ક્લાસિક કેટેગરીની શરૂઆત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઑલ સ્ટાર્સ 42 આ જ વિચારને આગળ વધારે છે. જોકે, જાવા 42ની વિશેષતાઓને ત્યજીને નહીં પરંતુ આજના રાઇડર માટે તેનો અર્થ શું હોવો જોઈએ, તે સમજવાનો પ્રયાસ કરીને.’
જાવા ઑલ સ્ટાર્સ 42 રસ્તા પર વધુ દમદાર દેખાય તે રીતે ડીઝાઇન કરવામાં આવી છે, જેમાં વધુ પહોળું અને મસ્ક્યુલર સ્ટાન્ઝ જોવા મળે છે. પાછળના ભાગમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં વધુ પહોળા રીયર ફેન્ડર અને નવા 150/70-17 રીયર ટાયર સાથે મોટરસાઇકલને વધુ પહોળી ફૂટપ્રિન્ટ મળે છે. 790 મિમી ઊંચાઈ ધરાવતી સીટને વધુ સારા કુશનિંગ સાથે ફરીથી ડીઝાઇન કરવામાં આવી છે, જ્યારે જાવા 42ની આગવી ફ્લેટ, બેન્ચ જેવી પ્રોફાઇલને જાળવી રાખવામાં આવી છે.
મોટરસાઇકલમાં નવા અને કન્ટેમ્પરરી એલોય વ્હીલ ડીઝાઇનની સાથે વધુ કૉમ્પેક્ટ અપસ્વેપ્ટ એક્ઝૉસ્ટ પણ આપવામાં આવ્યો છે, જેથી પાણી અંદર પ્રવેશે નહીં. ફરીથી ડીઝાઇન કરવામાં આવેલી સાઇડ પેનલ્સ, ફૂટપેગ્સ અને પાછળના ભાગને કારણે તેનું સ્વરૂપ વધુ ચુસ્ત બન્યું છે, જ્યારે વધુ સ્વચ્છ અને ફ્લોઇંગ લાઇન્સ તેને સ્પોર્ટી અને આકર્ષક દેખાવ આપે છે.
જાવા 42માં 294.72 સીસી સિંગલ-સિલિન્ડર, ફોર-સ્ટ્રોક, લિક્વિડ-કૂલ્ડ ડીઓએચસી એન્જિન આપવામાં આવ્યું છે, જેની સાથે સિક્સ-સ્પીડ કૉન્સ્ટન્ટ-મેશ ગીયરબૉક્સ જોડાયેલું છે. ડ્યુઅલ-ચેનલ એબીએસ 280 મિમીની ફ્રન્ટ અને 240 મિમીની રીયર ડિસ્ક સાથે કામ કરે છે.
તેના એન્જિનીયરિંગમાં કરવામાં આવેલા ફેરફારો માત્ર ડીઝાઇન પૂરતા મર્યાદિત નથી. મોટરસાઇકલના માસ, ફ્રેમ અને સ્વિંગઆર્મની સ્ટિફનેસ, એર્ગોનોમિક્સ, હેન્ડલિંગ અને કમ્ફર્ટ પર પણ કામ કરવામાં આવ્યું છે, જેથી નવી જાવા 42 વધુ ચપળતા અને નિયંત્રિત રાઇડિંગનો અનુભવ આપવાની સાથે-સાથે તેની આગવી અને સરળતાથી અપનાવી શકાય તેવી રાઇડિંગ વિશેષતા જળવાઈ રહે. આ ફેરફારો કરવામાં આવ્યાં હોવા છતાં જાવાની આગવી ઓળખ સ્પષ્ટપણે જળવાઈ રહી છે. તેની સિગ્નેચર 13.2-લિટરની ટાંકી યથાવત્ રાખવામાં આવી છે, સાથે જ ગોળ હેડલેમ્પ અને આગવી બેન્ચ સીટ પણ જાળવી રાખવામાં આવી છે, જે જાવાના પરિચિત સ્વરૂપને વધુ ઉજાગર કરે છે.
આ સંતુલન ઑલ સ્ટાર્સની વિચારધારાના કેન્દ્રમાં છે. 42 બૉબર વ્યક્તિવાદી વિચારસરણીનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે 42 એફજે નીયો-ક્લાસિક જાવાને વધુ સમકાલીન અને સ્પોર્ટી અંદાજમાં રજૂ કરે છે. નવી 42 એક એવી પ્રમુખ એડિશન છે, જે 42ની વિકાસયાત્રાને આગળ વધારે છે અને ઑલ સ્ટાર્સની એક આગવી ઓળખ હેઠળ તેના ત્રણેય સ્વરૂપોને એકસાથે લાવે છે.
જાવા 42ની પ્રારંભિક કિંમત રૂ. 1,79,942/- છે અને તે સમગ્ર ભારતમાં જાવા યઝદી ડીલરશિપ્સ ખાતે 6 આગવા કલરવેમાં ઉપલબ્ધ રહેશે:
Jawa All Stars 42
Ex-Showroom (Delhi)
Jawa 42 All Stars Black
Rs. 1,89,942/-
Jawa 42 All Stars Nebula Blue
Rs. 1,86,942/-
Jawa 42 All Stars Battle Green
Jawa 42 All Stars Moss Grey
All Stars Ivory
Rs. 1,84,942/-
Jawa 42 Black and Ivory
Rs. 1,79,942/-
બૂકિંગ હવે શરૂ થઈ ગયું છે અને ઑલ સ્ટાર્સ જાવા 42ની ડીલિવરી તહેવારોની સીઝનના પ્રારંભથી એટલે કે, 14 સપ્ટેમ્બર 2026થી શરૂ થશે.
ટેકનિકલ વિગતોઃ
PARAMETER
JAWA ALL STARS 42
CAPACITY
294.7 cc
ENGINE TYPE
SINGLE CYLINDER, 4 STROKE, LIQUID COOLED, DOHC
MAX POWER
27.19 @ 7950 rpm
MAX TORQUE
26.3 Nm @ 6000 rpm
FUEL SYSTEM
ELECTRONIC FUEL INJECTION
COMPRESSION RATIO
11:1
BORE STROKE
76 mm X 65 mm
EXHAUST
TWIN EXHAUST
WEIGHT
175 kg
FUEL TANK CAPACITY
13.2 L
WHEELBASE
1369 mm
SEAT HEIGHT
795 mm
GEAR BOX
CONSTANT MESH, 6 SPEED
FRAME
DOUBLE CRADLE
FRONT SUSPENSION
TELESCOPIC FORKS, ø 35 mm
REAR SUSPENSION
TWIN SHOCK ABSORBER, GAS FILLED WITH ADJUSTABLE PRELOAD
FRONT BRAKE TYPE
DISC WITH DUAL CHANNEL ABS
REAR BRAKE TYPE
DISC WITH DUAL CHANNEL ABS
FRONT DISC SIZE
280 mm
REAR DISC SIZE
240 mm
FRONT TYRE
100/90-18
REAR TYRE
150/70-17
GROUND CLEARANCE
173 mm
ઑનરશિપ એશ્યોરન્સ પ્રોગ્રામ:
જાવા યઝદી મોટરસાઇકલ્સે આ ઇન્ડસ્ટ્રીના સૌપ્રથમ એવા ઑનરશિપ એશ્યોરન્સ પ્રોગ્રામને ચાલુ રાખ્યો છે, જેમાં ગ્રાહકોના સંતોષ અને ઑનરશિપની હેરાનગતિ વગરની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. તેમાં સામેલ છે:
4 વર્ષ/50,000 કિમીની સ્ટાન્ડર્ડ વૉરન્ટી
6 વર્ષ સુધીની એક્સટેન્ડેડ વૉરન્ટીના વિકલ્પો
8 વર્ષ સુધી રોડસાઇડ આસિસ્ટન્સ
સમગ્ર દેશમાં કવરેજ સાથે 5 વર્ષ સુધી એએમસી
સમગ્ર દેશમાં 450+ સેલ્સ અને સર્વિસ ટચપૉઇન્ટ્સ પર ઉપલબ્ધ ઑનરશિપના વ્યાપક લાભ








Discussion
LIVELoading comments...