સ્વિગીની રેસ્ટોરન્ટ પાર્ટનર એપ પર ઉપલબ્ધ 24x7 પર્સનલ એઆઈ બિઝનેસ પાર્ટનર, જેની મદદથી રેસ્ટોરન્ટ માલિકો તેમની ચૂકવણીઓની ઊંડી સમીક્ષા કરી શકશે અને તેમના કેમ્પેઇનની કામગીરી પર નજર રાખી શકશે તેમજ તરત જ એડ કેમ્પેઇન અને ડિસ્કાઉન્ટ લૉન્ચ કરી શકશે તથા તેમાં ફેરફાર પણ કરી શકશે.
હિંદી, કન્નડ, તમિલ, આસામી, મરાઠી, પંજાબી, બંગાળી, ગુજરાતી, મલયાલમ અને તેલુગુ સહિત 20થી વધુ ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ.
રાષ્ટ્રીય | ૧૮મી ઓગસ્ટ ૨૦૨૬ | ભારતના અગ્રણી ઑન-ડિમાન્ડ કન્વિનિયન્સ પ્લેટફોર્મ સ્વિગી (સ્વિગી લિ., એનએસઈ: SWIGGY / બીએસઈ: 544285)એ આજે તેના રેસ્ટોરન્ટ પાર્ટનર્સ માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલું પ્લેટફોર્મ ઇનોવેશન, 24x7 એઆઈ બિઝનેસ પાર્ટનર-‘ગુરુ’ના રોલઆઉટની જાહેરાત કરી છે. આ વિશિષ્ટ પ્રકારના એઆઈ આસિસ્ટન્ટનો ઉપયોગ કરીને સ્વિગીના રેસ્ટોરન્ટ પાર્ટનર્સ ડેટા પર આધાર રાખીને નિર્ણયો લઈ શકે છે, સેલ્સ ફનલને ઑપ્ટિમાઇઝ કરી શકે છે અને ખૂબ જ સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવી એક જ કન્વર્ઝેશનલ ચેટ દ્વારા સેકન્ડોમાં સંચાલન સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે છે. આ ઇન્ટરફેસ હિંદી, કન્નડ, તમિલ, આસામી, મરાઠી, પંજાબી, બંગાળી, ગુજરાતી, મલયાલમ અને તેલુગુ સહિત 20થી વધુ ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે. વધુમાં, રેસ્ટોરન્ટ પાર્ટનર્સ તેનો ઉપયોગ કરીને તેમની જાહેરખબરો અને ડિસ્કાઉન્ટ કેમ્પેઇનનું મેનેજમેન્ટ કરવાની સાથે-સાથે ટેક્સ રિપોર્ટ્સ અને ચૂકવણીની સમરી સહિત તેમના ચૂકવણીના પરિશિષ્ટોને વિગતવાર જોઈ પણ શકે છે.
‘ગુરુ’નો ઉપયોગ કરવાથી સ્વિગીના રેસ્ટોરન્ટ પાર્ટનર્સ પાસે 24x7 એઆઈ આસિસ્ટન્ટ ઉપલબ્ધ રહે છે, જે રેસ્ટોરન્ટના રોજિંદા મેનેજમેન્ટને વધુ સરળ બનાવવા માટે વિવિધ કાર્યો કરવામાં અને પ્રશ્નોને ઉકેલવામાં તેમની મદદ કરી શકે છે. રેસ્ટોરન્ટ પાર્ટનર્સ ‘ગુરુ’નો ઉપયોગ કરીને એક જ ચેટ પ્રોમ્પ્ટ દ્વારા તેમના એડ કેમ્પેઇન તરત જ શરૂ કરી શકે છે, તેની સમીક્ષા કરી શકે છે અને તેમાં ફેરફાર પણ કરી શકે છે. આ ઉપરાંત, તેઓ તેમના જીએમવી અને ઑર્ડર્સનું સંપૂર્ણ ફનલ એનાલિસિસ મેળવી શકે છે, સાથે જ શું સારી રીતે કામ કરી રહ્યું નથી, તેનો વિગતવાર રિપોર્ટ અને તેને સુધારવા માટેની ભલામણો પણ મેળવી શકે છે. ‘ગુરુ’ને મુખ્ય મેટ્રિક્સના આધારે મૂલ્યાંકન કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સેલ્સ, ઑર્ડર્સ, એઓવી અને અન્ય 30થી વધુ મેટ્રિક્સનો સમાવેશ થાય છે, જેનું સમયાંતરે સતત ટ્રેકિંગ કરવામાં આવે છે.
એટલું જ નહીં, ‘ગુરુ’ના મેનૂ ઇન્સાઇટ્સ પાર્ટનર્સને આઇટમ્સ ઉમેરવા, તેનું વર્ણન તૈયાર કરવા અને સૌથી વધુ વેચાતી આઇટમ્સને હાઇલાઇટ કરવાની સુવિધા આપે છે. આ ઉપરાંત, કઈ કેટેગરીનું પર્ફોમન્સ સારું છે અને શું સારી રીતે કામ કરી રહ્યું છે, તેનું વિશ્લેષણ કરીને તે પર્સનલાઇઝ્ડ ઇન્સાઇટ્સ પણ પૂરી પાડે છે.
આ લૉન્ચ અંગે વિસ્તારપૂર્વક માહિતી પૂરી પાડતા સ્વિગી ફૂડ માર્કેટપ્લેસના સીઇઓ શ્રી રોહિત કપૂરે જણાવ્યું હતું કે, ‘આજે એઆઈએ બિઝનેસના સંચાલનની પદ્ધતિને નવી દિશા આપી છે અને વિવિધ ઉદ્યોગોમાં વધુ કાર્યક્ષમતા લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. અમે રેસ્ટોરન્ટ્સ સાથે 12 વર્ષથી વધુ સમયથી સહભાગીદારી ધરાવતા હોવાથી, તેમની સંચાલન સંબંધિત માગ તથા તેઓ દરરોજ એકસાથે જે અનેકવિધ કામગીરીઓ કરે છે, તેને અમે સારી રીતે સમજીએ છીએ. અમે સાથે મળીને જે વિકાસયાત્રા કરી રહ્યાં છીએ, તેમાં તેમના રોજિંદા કામોમાં એઆઈનો સમાવેશ કરવો એ સ્વાભાવિક રીતે આગામી પગલું બની રહે છે. ‘ગુરુ’ સાથે અમે એક સરળ અને સહજ, એઆઈ-ફર્સ્ટ આસિસ્ટન્ટ રજૂ કરી રહ્યાં છીએ, જે રેસ્ટોરન્ટના રોજિંદા મેનેજમેન્ટની પદ્ધતિને નવી દિશા આપે છે, તે 24x7 સપોર્ટ, પ્રશ્નોનું ઝડપી નિરાકરણ અને બિઝનેસના વિકાસમાં મદદરૂપ થઈ શકે તેવી કામગીરી સંબંધિત ઉપયોગી જાણકારી પૂરી પાડે છે.’
720થી વધુ શહેરોમાં લૉન્ચ થઈ રહેલા ‘ગુરુ’નો લાભ તમારા વિસ્તારમાં આવેલા કિચનથી લઈને એકથી વધુ આઉટલેટ ધરાવતી રેસ્ટોરન્ટ્સ સુધી, 2.7 લાખથી વધુ રેસ્ટોરન્ટ્સને મળશે. આ ઇનોવેશન સ્વિગીના રેસ્ટોરન્ટ પાર્ટનર્સને તેમના સંચાલનને વધુ સુવ્યવસ્થિત કરવા, નફો વધારવા અને રિયલ-ટાઇમ ઇન્સાઇટ્સની સુવિધા સૌને ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી ટૂલ્સથી સજ્જ કરવાની તેની નિરંતર કટિબદ્ધતાને દર્શાવે છે.








Discussion
LIVELoading comments...