મજબૂત જ્વેલરીની માગણી સાથે ઉત્તમ સ્થાપિત નિવાસી અને રિટેઈલ પાડોશ મણિનગરમાં શુભારંભ

અમદાવાદ, ગુજરાત | ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૬ | આદિત્ય બિરલા જ્વેલરીની 'ઇન્દ્રિય' બ્રાન્ડે અમદાવાદમાં પોતાનો નવો સ્ટોર શરૂ કર્યો છે. આ શહેરમાં તેમનો આ ત્રીજો સ્ટોર છે અને તેના દ્વારા પશ્ચિમ ભારતની સૌથી મહત્ત્વપૂર્ણ જ્વેલરી બજારોમાંના એક એવા અમદાવાદમાં તેમની હાજરી વધુ મજબૂત બની છે.

અમદાવાદ આ બ્રાન્ડ માટે એક મહત્ત્વપૂર્ણ બજાર રહ્યું છે, કારણ કે અહીં જ્વેલરી ખરીદવાની મજબૂત સંસ્કૃતિ છે અને સમકાલીન તથા ડિઝાઈન- કેન્દ્રિત કલેક્શન માટે લોકોની પસંદગી વધી રહી છે. શહેરનાં પરંપરાગત મૂલ્યો અને આધુનિક અભિલાષાઓનું મિશ્રણ તેને 'ઇન્દ્રિય'ના વિસ્તરતા રિટેઈલ નેટવર્ક માટે એક આદર્શ સ્થળ બનાવે છે.

મણિનગરમાં સ્થિત આ સ્ટોર એક પ્રીમિયમ જ્વેલરી ડેસ્ટિનેશન તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. આ વિસ્તરણ રહેણાક અને વ્યાપારી પ્રવૃત્તિઓનું જાણીતું કેન્દ્ર છે. અહીં બ્રાઇડલ, તહેવારો, ખાસ પ્રસંગો અને રોજિંદા ઉપયોગ માટેની 37,000થી વધુ ડિઝાઈન્સ ઉપલબ્ધ છે, જે ગ્રાહકોને પસંદગી માટે વિશાળ શ્રેણી પૂરી પાડે છે. સ્ટોરમાં ખાસ 'બ્રાઇડલ લાઉન્જ' અને સમર્પિત 'કારીગરી રૂમ' જેવી વિશેષતાઓ પણ છે, જે ગ્રાહકોને દરેક ઘરેણાં પાછળની કારીગરી અને બારીકાઈને વધુ સારી રીતે સમજવાની તક આપે છે.

સ્ટોરની ડિઝાઈન વારસા અને આધુનિકતાના સુમેળભર્યા સંગમને દર્શાવે છે, જે 'ઇન્દ્રિય'ની 'ડિઝાઈન-પ્રથમ' ફિલસૂફીને અનુરૂપ છે. આ સ્ટોરના ઉદઘાટન સાથે 'ઇન્દ્રિય'એ પશ્ચિમ ભારતમાં પોતાની હાજરી મજબૂત કરવાનું ચાલુ રાખ્યું છે અને આ સાથે દેશભરની મુખ્ય બજારોમાં પોતાની પહોંચ વિસ્તારી રહી છે.

આ પ્રસંગે 'ઇન્દ્રિય'ના સીઈઓ શ્રી સંદીપ કોહલીએ જણાવ્યું હતું કે, "અમદાવાદ અમારા માટે હંમેશાં મહત્ત્વપૂર્ણ બજાર રહી છે અને આ નવો સ્ટોર શહેર પ્રત્યેની અમારી સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે એવી જ્વેલરી માટે મજબૂત માગણી જોઈ રહ્યા છીએ જેમાં કારીગરી અને સમકાલીન ડિઝાઈનનો સમન્વય હોય અને અમે અહીંના વિશાળ ગ્રાહક વર્ગ સુધી અમારી પ્રોડક્ટ્સ પહોંચાડવા માટે ઉત્સાહિત છીએ."

આદિત્ય બિરલા ગ્રુપની 'ઇન્દ્રિય' અમદાવાદમાં પોતાની હાજરી વધારીને પશ્ચિમ ભારતમાં મજબૂત બની રહી છે અને શહેરના ગ્રાહકો સુધી પોતાની ડિઝાઈન- કેન્દ્રિત જ્વેલરી તથા પ્રીમિયમ રિટેઈલ અનુભવ પહોંચાડી રહી છે.