શિવ કૈલાશથી કાશી આવ્યા છે.
પરમ જ્યોતિ બારેય જ્યોતિર્લિંગમાં સમાઈ ગઈ,આ ગતિને અવતરણ કહેવાય.
નિરંતર વર્ધમાન પ્રેમ-એનું નામ રતિ છે.
રતિમાં સાત-સાત પ્રકારની વિભૂતિ છે.
----------------------------------
બીજ પંક્તિઓ:
જબ જદુબંસ કૃષ્ન અવતારા,
હોઇહિ હરન મહા મહિભારા.
-બાલકાંડ-૮૭
કૃષ્ન તનય હોઇહિ પતિ તોરા,
બચનુ અન્યથા હોઇ ન મોરા.
-બાલકાંડ-૮૭/૧.
રતિ ગવની સુની સંકર બાની,
કથા અપર અબ કહઉં બખાની.
-બાલકાંડ-૮૭/૨
કર્ણાટકની કૃષ્ણભૂમિ એવી ઉડુપીમાં ચાલી રહેલી રામકથાનો બુધવાર સવારે અંતિમ,નવમા દિવસમાં પ્રવેશ થયો ત્યારે નિમિત માત્ર મનોરથી પ્રવીણભાઈ તન્નાએ એક-એકને યાદ કરીને સજળ નેત્રે,સજળ વાણીથી ભાવ અભિવાદન સાથે બધાનો આભાર વ્યક્ત કર્યો.
ઉપસંહારક સંવાદનાં આરંભે બાપુએ સમગ્ર કથા આયોજન,વ્યવસ્થા માટે નિમિત્તમાત્ર મનોરથી તન્ના પરિવાર સહિત સમગ્ર ટીમને સમગ્ર સેવા માટે હ્રદયની પ્રસન્નતા અને સાધુભાવ વ્યક્ત કર્યો.
આ પ્રસંગમાં એક કૃષ્ણ,બીજો કામદેવ,શંકર ભગવાન અને રતિ છે-આ ચારેય મળી વિભૂ અને વિભૂતિનો યોગ બતાવ્યો.
ભગવાન કૃષ્ણ વિભૂ છે,આદિ દેવ છે,અજન્મા છે. શિવજી પણ વિભૂ છે,રામ પણ વિભૂ છે.વિભુનાં અવતારો થયા છે.જો કે શિવનો અવતાર નહીં અવતરણ થયું છે.ઉદરથી એ પ્રગટ નથી થયા. અવતરણનો મતલબ છે-ઊપરથી નીચે આવવું.શાસ્ત્રએ બે શબ્દો આપ્યા:અવતરણ અને વૈતરણી.શિવ કૈલાશથી કાશી આવ્યા છે.પરમ જ્યોતિ બારેય જ્યોતિર્લિંગમાં સમાઈ ગઈ છે.આ ગતિને અવતરણ કહીએ.
સાથે-સાથે કામદેવ,રતિ અને શંકર ત્રણે વિભૂતિ પણ છે.કૃષ્ણ વિભૂ છે એ કહે છે રુદ્રમાં શંકર મારી વિભૂતિ છે.કામ પરમાત્માની વિભૂતિ છે.
રતિમાં સાત-સાત પ્રકારની વિભૂતિ છે.રતિ શબ્દ ખૂબ જ પ્યારો છે.નિરંતર વર્ધમાન પ્રેમ-વધતો જ જાય એનું નામ રતિ છે.માનસમાં લખ્યું છે:
સિતારામ ચરન રતિ મોરે;
અનુદિન બઢહૂં અનુગ્રહ તોરે.
સાહિત્ય અને સાધનાની દ્રષ્ટિએ રતિ ખૂબ સુંદર શબ્દ છે.ભરતજીએ રામચરિત માનસમાં રતિની માગણી કરી ભાગવતમાં ભીષ્મ રતિ માંગે છે. માનસમાંથી ભરત અને મહાભારતમાંથી ભિષ્મ કાઢી લઈએ તો શું વધે!
રતિમા સાત વસ્તુ સમાયેલી છે:કીર્તિ-પ્રતિષ્ઠા. ભીડમાં રહેવું એ પ્રતિષ્ઠા નથી.આપણા સાહિત્યમાં લખાયું છે:
રતિ બિન રાજ,રતિ બિન પાટ,
રતિ બિન છત્ર નહીં એક ટીકો;
રતિ બિન સાધુ,રતિ બિન સંત,
રતિ બિન જોગ ન હોય જતીકો.
રતિ બિન માત,રતિ બિન તાત,
રતિ બિન માનસ લાગત ફીકો;
કવિ ગંગ કહે સુન શાહ અકબર,
નર એક રતિ બિન એક રતીકો.
વાણીમાં રતિ,સ્મૃતિ મેધા,પ્રજ્ઞા,ધૃતિ અને ક્ષમા-રતિ જેમાં હોય તે ક્ષમા આપી પણ દે,ક્ષમા માંગી પણ લે છે.આમ રતિમાં સાત પ્રકારની વિભૂતિઓનું દર્શન કરાવી સેતુબંધ ઉપરથી જ્ઞાન,કૃપા અને કરુણાનાં માર્ગે થઈને લંકામાં સેના પહોંચી.ભિષણ યુદ્ધ પછી રાવણની નાભિમાં તીર ચલાવી તેને નિર્વાણ પદ આપ્યું.કાગભુશુંડીનું ચરિત્ર,સાત પ્રશ્નોને અંતે રામચરિત માનસની સુવર્ણ ભસ્મ રૂપી સાર:સત્ય, પ્રેમ અને કરુણા બતાવી ધામ કૃષ્ણનું પણ મહિનો શિવનો એટલે કથાનાં સુ-ફળને ભગવાન મહાદેવનાં ચરણોમાં સમર્પિત કરીને વિરામ અપાયો.
કથા વિશેષ:
આગામી-૯૮૪મી રામકથા બાર અગ્રવનોમાં શિરમોર એવા આગ્રા(ઉ.પ્ર.)થી ઋષીપંચમી અને ગણેશ ચતુર્થીનાં પાવન દિવસોમાં ૧૫થી ૨૩ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.
જેનું જીવંત પ્રસારણ નિયત સમયે આસ્થા ટીવી ચેનલ તેમજ ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ પર નિહાળી શકાશે.








Discussion
LIVELoading comments...